લેઉવા પટેલ સમાજના ભાઈઑ અને બહેનો અમને તમારુ લેઉવા પટેલ સમાજ માં સ્વાગતા કરતા ખુબ આનંદ થાય છે
લેઉવા પટેલ સમાજ દ્વારા પટેલ જે દેશ પરદેશમા વસેલો છે જેને જોડાવાનો અને લેઉવા પટેલ સમાજ ની ધામ્રિક સંસ્થાઓ તથા ધર્મગુરુઓ તથા સમાજ ની વીભુતીઓ તથા દેશ પરદેશમા વસેલા લેઉવા પટેલથી બધાને પરિચય કરાવવાનો અને આપણા લેઉવા પટેલ સમાજને જોડવાનો આપણૅ બધા સાથે મળી પ્રયાસ કરીઍ જેના પણ પાસે જેટલી માહીતિ હોયૅ જેવી કે આપણા સમાજમા રહેલા ધામ્રિક સંસ્થાઓ તથા ધર્મગુરુઓ તથા સમાજ ની વીભુતીઓ તથા દેશ પરદેશમા વસેલા સરદાર પટેલ વીશે જે માહિતી હોય તે દરેક તમે આ વેબસાઈડ ઉપર મુકી શકો છો તથા આપણા લેઉવા પટેલ સમાજ દ્વારા યોજીત પ્રસંગ ને તમે બધાને જાણા કરી શકો તથા યોજાયેલા પ્રસંગ ના ફોટૉ તથા વીડીયો તમે મુકી શકો છો. આ વેબસાઈડ થી આપણૅ આપણા સમાજને જોડીઍ અને તેનો પરિચય કરીઍ અને કરાવીઍ
આ વેબસાઇટ દ્વારા તમે આપણાં કોઇ પણ જ્ઞાતિબંધુની માહિતી તમારા કોમ્પુટર ઉપરજ મેળવી શકશો, તે પણ સંપુર્ણ ઓનલાઇન.
લેઉવા પટેલ સમાજ, રાજકોટ
વેબસાઇટ દ્વારા સમગ્ર લેઉવા પટેલ સમાજને એક તાંતણે બાંધવાની દિશામાં એક પ્રયાસ છે.
દેશ- વિદેશની સમાજની વેબસાઇટ સાથે લીંક સ્થાપી વિદેશ વસતા જ્ઞાતિ ભાઇઓ સાથે સંર્પક શકય બનશે અને સમાજ વિષયક પ્રવૃતિની જાણકારી મળશે.
જ્ઞાતિના યુવક-યુવતિની યોગ્ય જીવનસાથીની પસંદગી અર્થે વેબસાઇટ ઉપયોગી માધ્યમ પુરવાર થઇ છે અને ખાસ કરીને વિધવા, ત્યકતા બહેનો, અપંગ, બહેરા-મુંગા અને અંધ યુવક યુવતિના જીવનસાથી તરીકેની લગ્ન માટે પણ વેબસાઇટ ઉપયોગી માધ્યમ થઇ શકે તેમ છે
ગુજરાત તેમજ દેશ-વિદેશના લેઉવા પટેલ સમાજ જ્ઞાતિના ગામવાર પ્રમુખ/વડાઓના નામ અને સંપર્ક નંબર પણ ઉપલબ્ધ થનાર હોઇ સામાજીક કામ માટે સંપર્ક શકય બનશે
રાજય સરકાર તરફથી જ્ઞાતિબંધુઓને તથા ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને મળતા લાભની જાણકારી પૂરી પાડી શકાશે
સરકારશ્રી તરફથી જ્ઞાતિબંધુઓને ઉપયોગી ઠરાવ, પરિપત્રો, અરજીપત્રકો અને ફોર્મ્સ વગેરે પૂરા પાડવા
ધંધાકીય કામકાજ અંગે ગુણવત્તાસભર પ્રોફેશનલ ક્ષમતા કેળવાય તે હેતુસર ઉપલબ્ધ ધંધાકીય માહિતી મળી શકશે
આર્થિક રીતે નબળા જ્ઞાતિભાઇઓ માટે આરોગ્ય વિષયક બાબત જેવી કે, ક્ષય, કેન્સર વગેરે ગંભીર બિમારીની સારવાર માટે મદદની જાણ કરી શકાશે
લેઉવા પટેલ સમાજને સ્પર્શતા પ્રશ્નો અને ઉકેલ ની ચર્ચા-વિચારણા ઇ-મેઇલ દ્વારા થઇ શકશે તથા વિવિધ ગામને સ્પર્શતા પ્રશ્નો સંકલન થઇ શકશે તેમજ સરકારશ્રી સમક્ષ તેની રજૂઆત પણ શકય બનશે